Sukhan AI
غزل

ون ورنن

ون ورنن
نرماد· Ghazal· 52 shers

یہ غزل موسم گرما میں فطرت کی پرسکون خوبصورتی کو واضح طور پر پیش کرتی ہے۔ یہ ایک ٹھنڈی، خوشبودار ہوا کو بیان کرتی ہے جو خوشی لاتی ہے، ساتھ ہی رنگ برنگے پھول جو باغوں اور جنگلوں میں دلکش انداز میں کھلتے ہیں اور گھنی بیلیں خوبصورتی سے جھولتی ہیں۔ یہ موسم تمام مخلوقات کو نئے جوش و خروش اور مسرت سے بھر دیتا ہے۔

نغمے لوڈ ہو رہے ہیں…
00
1
ઉનાળામાં (માલિની)
اس جملے کا لفظی مطلب 'گرمیوں کے موسم میں' ہے۔ لفظ 'مالینی' کو اضافی نوٹ کے طور پر قوسین میں دیا گیا ہے۔
2
સરસ પવન ટહાડો મંદ વાસિત આવે, સફળ વસતુ અંગે હોંશ આનંદ લાવે;
خوشگوار، ٹھنڈی، دھیمی اور خوشبودار ہوا آتی ہے، اور نیک چیزیں جوش و خروش اور خوشی لاتی ہیں۔
3
વન ઉપવન સંધાં દીસતાં રમ્ય રંગી, નવલ અનુરાગે પ્રાણીઓ છે ઉમંગી.
جنگلات اور باغات سب خوبصورت رنگوں میں دکھائی دیتے ہیں۔ نئے پیار کے ساتھ، تمام مخلوقات خوشی سے بھری ہیں۔
4
વિધ વિધ વિધ રંગે ફૂલડાં શોભી બહેકે, ઊંચી નીચી ઘટ પત્રે વેલીઓ ખૂબ લહેકે;
مختلف رنگوں کے پھول کھلتے اور اپنی خوشبو بکھیرتے ہیں۔ اونچے نیچے گھنے پتوں کے بیچ بیلیں خوب لہلہاتی ہیں۔
5
મધુરરસ ફળો તે સર્વને પાસ તેડે, વળી મીઠું પચરંગી પંખીઓ ગાય કોડે.
میٹھے رس والے پھل سب کو قریب بلاتے ہیں، اور میٹھے، رنگین پرندے خوشی سے گاتے ہیں۔
6
વિવિધ ફૂલલતાએ ખૂલતા માંડવાઓ, તરુણ તરુતણા છે ડોલતા છાંયડાઓ;
مختلف پھولوں کی بیلوں سے منڈپ کھلتے ہیں، اور نوجوان درختوں کے سائے آہستہ آہستہ جھولتے ہیں۔
7
હરખથી નર માદા પંખી ઝૂલે હિંડોળે, મધુરરસ સુખ તે લે ભાગ્યશાળી હોયે.
خوشی سے نر اور مادہ پرندے جھولے پر جھولتے ہیں۔ اس میٹھے رس کا لطف صرف خوش قسمت ہی اٹھا پاتے ہیں۔
8
પરવતતણી ટોચે મોર કોયેલ આંબે, મધુર રવ કરે ધન્ય સાદે લાંબે;
پہاڑ کی چوٹی پر مور اور کویل رہتے ہیں۔ وہ اپنی مبارک اور لمبی آوازوں میں میٹھی آوازیں نکالتے ہیں۔
9
ચૂત તરુ પર તાજા મોરના ગુચ્છમાં તે, મધુકરજૂથ ઘૂમે હર્ષ ઘેલાઈમાં રે.
آم کے درخت پر، تازہ بور کے گچھوں میں، شہد کی مکھیوں کا جھنڈ خوشی کے عالم میں پھر رہا ہے۔
10
દિવસ સુરખી મારે કુમળે સૂર્યતાપે, નિરમળ શશિયોગે રાત તો રમ્ય લાગે;
دن ہلکی دھوپ کی سرخی لیے ہوتا ہے، اور صاف چاند کی موجودگی میں رات دلکش لگتی ہے۔
11
સરસ ફૂલ પરાગો ઠામ ઠામે ઊડે, નિરખી સકળ તુંમાં ભાવથી કો બૂડે?
خوبصورت پھولوں کا خوشبودار زیرہ ہر جگہ بکھر جاتا ہے۔ تمہیں دیکھ کر کون جذباتی کیفیت میں غرق نہیں ہو جائے گا؟
12
અતિશ ગરમ કિર્ણે સૂર્ય સંધે પ્રકાશે, મૃગજળ બહુ ભાસે ક્ષારવાળી જગાએ;
سورج اپنی انتہائی گرم کرنوں سے چمکتا ہے۔ شور زدہ جگہوں پر بہت سے سراب نظر آتے ہیں۔
13
સખત લૂ વરસે ને ચોદિશા શૂન્ય થાયે, નદી સરવકેરાં પાણી સુકાઇ જાયે.
جب سخت گرم ہوائیں چلتی ہیں اور چاروں سمتیں ویران ہو جاتی ہیں، تو ندیوں اور تالابوں کا پانی خشک ہو جاتا ہے۔
14
બહુ ડર ઉપજાવે ખેતરો તો તપેલાં, ઘર મૂકી કરવા તે રે પ્રવાસો સહેલા;
تپے ہوئے کھیت بہت خوف پیدا کرتے ہیں۔ گھر چھوڑ کر ایسے سفر کرنا آسان نہیں ہوتا۔
15
અતિશય ઉકળાટો વાદળી તાપ લાવે, શ્રમ સહજ કરતાં લોક થાકી જાયે.
بادلوں کے ساتھ آنے والی حد سے زیادہ حبس بھری گرمی لوگوں کو آسان کام کرتے ہوئے بھی تھکا دیتی ہے۔
16
ખૂબ લટકતી આંબે દીસતી કેરીઓ ને, અવર ફળ ઘણાંઓ દે રસો મિષ્ટ મોંને;
آم کے درخت پر بہت سے آم لٹکے ہوئے نظر آتے ہیں، اور کئی دوسرے پھل منہ کو میٹھا ذائقہ دیتے ہیں۔
17
હરિત ગુરુ તરુઓ શોભતાં પાતરાંથી, સુખ સરવ જીવોને આપતાં છાંયડાથી.
سبز و شاداب درخت اپنے پتوں سے خوبصورت لگتے ہیں، اور وہ اپنی چھاؤں سے تمام جانداروں کو خوشی دیتے ہیں۔
18
પરવતની તળેટી તેથી થોડેક દૂરે, સુણું અટકતી ગાતી કુંજ ધીમે સૂરે;
پہاڑ کی تلہٹی سے تھوڑی دور، میں کنج کو رک رک کر آہستہ ہی سر میں گاتے ہوئے سنتا ہوں۔
19
સરખી મધુર ચૂં ચૂં કૂપ સારંગી વાગે, છરર પડતું પાણી નિર્મળું રમ્ય લાગે.
سارنگی سے میٹھی 'چوں چوں' کی آواز نکل رہی ہے، جیسے کنویں سے گونج رہی ہو۔ اور 'چھَرر' کی آواز کے ساتھ گرتا ہوا صاف پانی دلکش لگ رہا ہے۔
20
ચરી કરી વળતું તે પાછું ગોવારું જોઉં, રૂડું કરતું બેં બેં ટોળું ઘેટાંનું જોઉં;
میں چرواہے کو چرا کر واپس آتے دیکھتا ہوں، اور بھیڑوں کے خوبصورت 'میں میں' کرتے ہوئے ریوڑ کو دیکھتا ہوں۔
21
વળી રમણીય જોઊં થંડ દીનાંત સીમા, રસ પીઈ બની કેફી રે સમું પોકળીમાં.
میں پھر سے خوبصورت، ٹھنڈی شام کی سرحد کو دیکھتا ہوں۔ اس کا جوہر پی کر، مدہوش ہو کر، میں خلا میں ضم ہو جاتا ہوں۔
22
ચોમાસામાં (મંદાક્રાંતા)
برسات میں اس کا لغوی معنی ہے 'بارش کے موسم کے دوران۔'
23
તૈયારી છે ચૂપચૂપ કહે કાગડાઓ નકીબ, સંધું દીસે પવન હીલે શાંત રૂડું ગભીર;
کوّے، جو کہ قاصد ہیں، کہتے ہیں کہ تیاریاں خاموشی سے جاری ہیں۔ سب کچھ پرسکون، خوبصورت اور گہرا نظر آتا ہے، ہوا بھی نہیں ہلتی۔
24
શોભા વર્ણ શું હું ઝટ પછી મેઘરાજા પધાર્યા, વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા.
میں ایسی خوبصورتی کا جلدی سے کیسے بیان کروں؟ پھر بارش کے بادشاہ تشریف لائے اور درختوں وغیرہ نے خوشی سے جھک کر مبارک الفاظ ادا کیے۔
25
કેવો થંડો પવન અતિસેં જોરમાં આવતો રે, આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે;
بہت ٹھنڈی ہوا بڑے زور سے چل رہی ہے۔ دیکھو، ایک بہت کالا بادل تیزی سے آ رہا ہے۔
26
આહા કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે, ઓહોઃ આવ્યો ખૂબ ત્રૂટી પડ્યો મેઘ મોટી ધારે.
آہا، کیسا گر رہا ہے یہ بھاری گہرا آسمان، اوہو، بادل بہت ٹوٹ کر بڑی دھاروں میں برس پڑا ہے۔
27
ચારે પાસે વીજળી ચમકે ઉપરાઉપરી રે ગાજી રેહે ગરજનથકી રાન આખું વળી રે
چاروں طرف بجلی مسلسل چمک رہی ہے، سارا جنگل گرج کی طاقتور آواز سے گونج رہا ہے۔
28
વ્યાઘ્રો સિંહો અતિસ તડૂકે ઝાડ મોટાં પડે રે જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી મરે રે.
شیر اور چیتے بہت زور سے گرجتے ہیں، بڑے درخت گر جاتے ہیں؛ یہ دیکھ کر جو مسافر پہلے نکلا وہ خوف سے مر جاتا ہے۔
29
જોગી બીજા જન હું સરખા કષ્ટ જેને પડેલાં, તેઓ રાને લવ નવ બીહે જોઈ ઉત્પાત ઘેલા;
یوگی اور مجھ جیسے لوگ، جنہوں نے شدید مصیبتیں جھیلی ہیں، وہ جنگل کی دیوانہ وار شرارتوں یا فسادات سے ذرا بھی نہیں ڈرتے۔
30
જોગી હર્ષે ચિંતન કરતા સચ્ચિદાનંદનું ને, દુ:ખી અજ્ઞાઃ મરણ ઈછતા સુજ્ઞ તે રંગ જુએ.
یوگی خوشی سے سچیدانند کا چنتن کرتے ہیں، جبکہ غمزدہ اور جاہل موت کی تمنا کرتے ہیں؛ پھر بھی دانا دونوں میں ایک ہی جوہر دیکھتے ہیں۔
31
ચાલ્યા જાએ ગડ ગડ ગડી ભડાકા કડાકા, વીજો ચળકે જળ ખૂબ પડે વાયુ લેતા તડાકા;
گڑگڑاہٹ اور کڑاکے کی آوازیں آگے بڑھتی ہیں، جب کہ بجلی چمکتی ہے، شدید بارش ہوتی ہے اور تیز ہوائیں چلتی ہیں۔
32
વાંસો ફૂટે તડ તડ કરી રાન થાએ કરાળ; ઓથો વિના સરવરતટે બૂમ પાડે મરાળ.
کانٹے 'تڑ تڑ' کر چٹختے ہیں اور جنگل خوفناک ہو جاتا ہے؛ بغیر کسی پناہ کے، ہنس جھیل کے کنارے روتا ہے۔
33
પહાડે મોરો થનથન કરે સૂર ઊંચું લઇને, આંબાડાળે કરતી ટઉકા ખૂબ કોએલડી તે;
پہاڑ پر مور اپنی آواز اونچی کر کے ناچتا ہے، جبکہ آم کی ڈال پر کوئل زور زور سے گاتی ہے۔
34
દાદૂરો તે સરવર વિષે બોલતા કૂદતા ને, પીએ તોએ પયપય કરે આકળા ચાતકા તે.
مینڈک تالاب میں بولتے اور اچھلتے ہیں۔ جبکہ بے چین چاتک پرندے "پانی پانی" پکارتے رہتے ہیں، حالانکہ وہ بارش کے پانی کے علاوہ کوئی دوسرا پانی نہیں پیتے ہیں۔
35
પાણી પાણી સકળ વનની કુંજમાંહે મચે ને, પહાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઇને રે;
سارے جنگل کے کنجوں میں پانی بھر جاتا ہے، اور پہاڑی زمین دھل کر صاف چمکنے لگتی ہے۔
36
થંડી મીઠી અનુકૂલ હવા થાય તાંહાં પછી રે, દર્દી જાયે દરદી જનનાં રમ્ય પાણી હવાએ.
جہاں ٹھنڈی، میٹھی اور سازگار ہوائیں چلتی ہیں، وہاں بیمار لوگ شفایاب کرنے والے خوشگوار پانی اور ہوا کی تلاش میں جاتے ہیں۔
37
ખેડુ લોકો શરીર ભીંજવી ખેતરે કામ કર્તા, જેને થાયે શરદી ગરમી થોડી રે અન્ય કર્તાં;
کسان اپنے بدن کو بھگو کر کھیت میں کام کرتے ہیں۔ انہیں دوسروں کے مقابلے میں تھوڑی کم سردی یا گرمی محسوس ہوتی ہے۔
38
આહા જોતાં બહુ નવનવા રંગના જીવજંતો, થાયે ડાહ્યો સમજણથકી જીવ મારો નચંતો.
آہا، بہت سے نئے اور مختلف رنگوں کے جانداروں کو دیکھ کر، میری روح سمجھ بوجھ سے دانا ہو جاتی ہے اور اسے سکون حاصل ہوتا ہے۔
39
પહાડો લાગે રમણીય બહુ છેક જંગાલી લીલા, કોઈ ભૂરા ધુમસથકી તો કોઈ આછા લીલા;
پہاڑ بہت خوبصورت، بالکل جنگلی اور سبز نظر آتے ہیں۔ کچھ نیلے دھند میں چھپے ہوئے ہیں، جبکہ کچھ صرف ہلکے سبز ہیں۔
40
ઊંચે જોઉં પરવત ચડી તો ઘણા અભ્ર રંગી, નીચે જોઊં ભરપૂર ખૂલ્યાં ઝાડનાં ઝુંડ રંગી.
پہاڑ پر چڑھ کر اوپر دیکھتا ہوں تو کئی رنگین بادل نظر آتے ہیں؛ نیچے دیکھتا ہوں تو درختوں کے رنگین جھنڈ بھرپور اور کھلے ہوئے دور دور تک پھیلے ہیں۔
41
આડો જાતો બહુ પવનથી મેઘ ઊંચેથી જોવો, તો લાગે ધૂળ ઊડી રહી વા દીસે ધૂમ્રગોટો;
جب بادلوں کو اوپر سے دیکھا جاتا ہے اور وہ تیز ہواؤں سے ادھر ادھر دھکیلے جاتے ہیں تو وہ اڑتی دھول یا دھوئیں کے گولے جیسے لگتے ہیں۔
42
સિંધુ પહાડો તરૂ નભ સહુ એક રંગે મળ્યાં રે, માટી રાતી ભીની ભીની અને ઘાસ લીલાં ભીનાં રે.
دریا، پہاڑ، درخت اور آسمان سب ایک ہی رنگ میں مل گئے۔ سرخ مٹی نم ہے اور ہری گھاس شبنم سے تر ہے۔
43
કો કો ઠામે ડુંગર પરથી ધોધ મોટા પડે રે, જેમાં રૂડા સૂરજકરણે રંગ ઝાઝા બને રે;
پہاڑوں سے بڑے آبشار گرتے ہیں، جن میں سورج کی خوبصورت کرنیں پڑنے سے کئی رنگ بن جاتے ہیں۔
44
એને જોતાં અચરત થઇ કાં તુંને સ્તવું રે? ધો ધો ધો ધો મધુર સૂણતાં કાં લહેરે સૂઉં રે?
اسے دیکھ کر حیرت زدہ ہو کر میں تیری تعریف کیوں نہ کروں؟ اور 'دھو دھو' کی میٹھی آواز سن کر میں لہروں پر کیوں نہ سو جاؤں؟
45
વહાણે સાંજે રૂડું ધનુષ જે આસમાને જણાયે, જોતાં તેને નિરભય તરે કો આનંદ માંહે?
صبح یا شام کو جب آسمان پر ایک خوبصورت قوس قزح دکھائی دیتی ہے، اسے دیکھ کر کون بے خوفی سے خوشی میں ڈوب نہیں جاتا؟
46
થાયે જોતાં નદી ભરપૂરી કેમ ના મંન મોટું? સુણે પાણી ખળ ખળ થતું કેમ ના સ્હેજ લોટું?
ایک بھرپور بہتی ہوئی ندی کو دیکھ کر دل کشادہ کیوں نہ ہو؟ اور پانی کی کل کل کی آواز سن کر کوئی کیوں نہ تھوڑا سا متأثر ہو۔
47
શોભે કેવાં બહુ ખડ અને ધાન્ય તે ખેતરોમાં, ઝાડો લીલાં વિવિધ ફૂલડાં વંન ને વાડીઓમાં!
کھیتوں میں گھاس اور اناج کی کثرت کتنی شاندار لگتی ہے۔ ہرے بھرے درخت اور طرح طرح کے پھول جنگلوں اور باغوں میں مزید خوبصورتی بڑھاتے ہیں۔
48
મીઠાં ખાસાં સરવરતણાં નીર તો નિર્મળાં ને, મેદાનોમાં હરણ બકરાં ગાય ઘેટાં ચરે રે.
تالابوں کے پانی میٹھے اور صاف ہیں، اور میدانوں میں ہرن، بکریاں، گائے اور بھیڑ چرتے ہیں۔
49
આકાશે તો ચકચક થતો શ્વેત વાઘો સજ્યો રે. તારાઓ જે મૂઝઇ રડતા શોક તેણે તજ્યો રે;
آسمان نے ایک چمکدار سفید چوغہ پہن لیا۔ اس نے وہ غم ترک کر دیا جس کی وجہ سے ستارے روتے تھے۔
50
પીડાતો તે અતિસ કમળે ચંદ્ર સારો થયો રે, પાવા માંડી ફરી મીઠી સુધા ધન્ય તેણે સહુને.
چاند، جو کنول کے باعث بہت رنجیدہ تھا، دوبارہ اچھا اور روشن ہو گیا۔ اس نے پھر سے میٹھی سدھا (امرت) پیش کرنا شروع کیا اور سب کو برکت دی۔
51
રાતે ચાંદો અધવચ ઠરે માંડ આકાશમાં ને, તારા સંધા ચળકી રહે ખૂબ ગંભીરતાએ;
رات میں، چاند بمشکل آسمان میں بیچ میں ٹھہرتا ہے، اور تمام ستارے بڑی سنجیدگی سے چمکتے رہتے ہیں۔
52
શબ્દો લાગે દૂર થકી થતા માછીના મિષ્ટ કાને, વાયુ આવે ફરફર વળી મજો કોણ જાણે?
دور سے آتے الفاظ مچھیرا کے کانوں کو میٹھے لگتے ہیں، اور ہوا پھر سے سرسراہٹ کے ساتھ آتی ہے۔ اس خوشی کو کون جان سکتا ہے؟
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.