Sukhan AI
غزل

ہمارا راہ

ہمارا راہ
کلاپی· Ghazal· 20 shers

یہ غزل محبت کی متضاد نوعیت کو بیان کرتی ہے، جہاں محبوب درد دیتا ہے پھر بھی پیارا رہتا ہے۔ شاعر اپنے دل و جان کو نثار کرنے، غم سہنے اور ایک ظالم محبوب کو بھی عزیز استاد ماننے کا ذکر کرتا ہے۔ یہ خود ایذا رسانی اور اٹوٹ عقیدت کا سفر ہے، جس کی علامت پھولوں کو چھوڑ کر کانٹوں کا بستر بنانا ہے۔

نغمے لوڈ ہو رہے ہیں…
00
1
કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષણ તેં કીધું; કર્યું પાછું હતું તેવું, અરે! દિલબર હૃદય મારું!
تم نے میرے زنگ آلود اور کند دل کو گھس کر تیز کیا تھا؛ لیکن افسوس، تم نے میرے دل کو پھر سے ویسا ہی کر دیا جیسا وہ پہلے تھا۔
2
ગમોના જામ પી હરદમ ધરી માશૂક! તને ગરદન; ખંજરથી કર્યા ટુકડા! જામેઈશ્ક પાયો વા!
اے محبوب! میں نے ہمیشہ غموں کے جام پیے اور اپنی گردن تمہارے سامنے رکھ دی؛ تم نے نہ تو خنجر سے ٹکڑے کیے اور نہ ہی مجھے عشق کا جام پلایا۔
3
પછી બસ! મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું; સિતમગર તોય તું મારો, ખરે ઉસ્તાદ છે પ્યારો!
بس بہت ہوا! میرے دل نے مدہوش ہو کر کہا اور میں نے کھلی آنکھوں سے دیکھا۔ اے ستمگر، پھر بھی تو میرا ہی ہے، سچ مچ تو میرا پیارا استاد ہے!
4
ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી; બિછાનું ખારનું કીધું, ઉપર લેટી રહ્યો તે હું!
میں نے باغ کے سارے پھول توڑ کر خاک میں ملا دیے؛ میں نے کانٹوں کا بستر بنایا اور اسی پر لیٹا رہا۔
5
મુબારક હો તમોને તમારા ઈશ્કના રસ્તા; હમારો રાહ ન્યારો છે, તમોને જે ફાવ્યો તે!
تمہیں تمہارے عشق کا یہ راستہ مبارک ہو؛ ہمارا راستہ الگ ہے، جو تمہیں پسند نہیں آیا۔
6
તમારા માર્ગમાં મજનૂ અને લૈલા, શીરીં, ફરહાદ ચિરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીના!
آپ کے راستے میں مجنوں اور لیلیٰ، شیریں اور فرہاد جیسے عشاق خون میں لت پت، چاک چاک اور کٹے ہوئے پڑے ہیں۔ یہ منظر عشق کی راہ میں بے پناہ دکھ اور قربانی کو بیان کرتا ہے۔
7
ગુલામો કાયદાના છે! ભલા! કાયદો કોનો? ગુલામોને કહું હું શું? હમારા રાહ ન્યારા છે!
وہ قوانین کے غلام ہیں! بھلا، وہ قانون کس کے ہیں؟ میں ان غلاموں سے کیا کہوں؟ ہمارے راستے تو جدا ہیں۔
8
મને ઘેલો કહી લોકો, હઝારો નામ આપો છો! હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા!
اے لوگو، تم مجھے دیوانہ کہتے ہو اور ہزاروں نام دیتے ہو۔ ہم منصور کے چیلے ہیں جو خدا سے کھیلنے والے ہیں۔
9
નહીં જાહોજહાલીના, નહીં કીર્તિ, ઉલ્ફતના હમે લોભી છીએ, ના! ના! હમારા રાહ ન્યારા છે!
ہم نہ تو عیش و عشرت کے خواہاں ہیں، نہ شہرت کے، اور نہ ہی محبت کے۔ ہم لالچی نہیں ہیں؛ ہمارا راستہ بالکل منفرد ہے۔
10
તમારી બેવફાઈના, હરામી ને હલાલીના ચીરી પડદા હમે ન્યારા, હમારા રાહ ન્યારા છે!
تمہاری بے وفائی اور حرام و حلال کے امتیازات کے پردوں کو چاک کر کے ہم جدا ہو چکے ہیں۔ ہمارا راستہ اب بالکل مختلف ہے۔
11
હમે મગરૂર મસ્તાના, બિયાંબામાં રઝળનારા! ખરા મહબૂબ સિંહો ત્યાં! હમારા રાહ છે ન્યારા!
ہم مغرور اور مست رہنے والے ہیں، جو ویرانوں میں بھٹکتے پھرتے ہیں۔ سچے محبوب شیر وہیں ہیں؛ ہمارا راستہ سب سے نرالا ہے۔
12
કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઊડે ટોળાં; કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મહેલ ઊભા ત્યાં!
ہمارے محل ایسی جگہ کھڑے ہیں جہاں بھولے ہرن اچھلتے ہیں، پرندوں کے جھنڈ اڑتے ہیں اور کبوتر غٹرغوں کرتے ہیں۔
13
લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં, હમે ત્યાં નાચતા નાગા, હમારા રાહ છે ન્યારા!
جہاں ندیاں شعر سرگوشیاں کرتی ہیں اور غزل کے درخت گاتے رہتے ہیں، وہاں ہم برہنہ ناچتے ہیں، کیونکہ ہمارے راستے واقعی نرالے ہیں۔
14
તમારા કૃષ્ણ ને મોહમદ, તમારા માઘ, કાલિદાસ, બિરાદર બધા મારા! હમારા રાહ છે ન્યારા!
آپ کے کرشن اور محمد، آپ کے ماگھ اور کالی داس، یہ سب میرے بھائی ہیں۔ ہمارا راستہ سب سے الگ اور منفرد ہے۔
15
હતાં મહેતો અને મીરાં ખરાં ઈલ્મી, ખરાં શૂરાં: હમારા કાફલામાં મુસાફિર બે હતાં પૂરાં!
مہتو اور میرا واقعی عالم اور بہادر تھے۔ وہ ہمارے قافلے میں دو سچے مسافر تھے۔
16
પૂજારી હમારાં, ને હમો તો પૂજતા તેને, હમારાં હતાં માશૂક, હમો તેના હતા દિલબર!
وہ ہمارے پجاری تھے اور ہم ان کی پوجا کرتے تھے۔ وہ ہمارے معشوق تھے اور ہم ان کے دلبر تھے۔
17
તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા; મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં!
مجھے تمہارے شاہی درباروں کی خونی شان و شوکت ناپسند ہے، جہاں مطلب پرستی کی مروت اور چاپلوسی کے خزانے پائے جاتے ہیں۔
18
હમો તમને નથી અડતા, હમોને છેડશો કો ના! લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે!
ہم آپ کو تنگ نہیں کرتے، لہٰذا ہمیں کبھی مت چھیڑنا۔ میں نے دل میں ایک کسک کے ساتھ اپنا سارا پیار نچوڑ کر دیا ہے۔
19
હવાઈ મહેલના વાસી હમે એકાન્તદુઃખવાદી! હમોને શોખ મરવાનો! હમારો રાહ છે ન્યારો!
ہم ہوائی محلوں کے باسی، تنہائی کے غم کے حامی ہیں! ہمیں مرنے کا شوق ہے! ہمارا راستہ واقعی نرالا ہے!
20
ખુવારીમાં મસ્તી છે! તમે ના સ્વાદ ચાખ્યો ! હમોને તો જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું!
تباہی میں ہی سرور ہے، تم نے اس کا ذائقہ نہیں چکھا ہے۔ ہمارے لیے تو دنیا اب کڑوی ہو چکی ہے۔
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.