Ghazal music video · Classical · 5:40

હોરી (ઘરે આવો વસંતવિલાસી)

Hori Gher Aavo Vasantvilasi

The verses

  1. (સાવરો અજહુ નહીં આયો – એ રાગ.) ઘેર આવો વસંત વિલાસી; વિલાસી, ઘેર. ટેક.

    Meaning: Come home, O spring's pleasure-seeker; O pleasure-seeker, come home.

  2. ચંપા ચંબેલી ગુલાબના ગજરા, હાર પહેરાવું હુલાસી; વદન જોઉં નેણ વિકાસી, ઘેર આવો વસંત વિલાસી.

    Meaning: With garlands of Champa, Chambeli, and roses, I'll adorn you with joy;I'll gaze upon your face with loving eyes, come home, my playful Spring.

  3. આ રૂતુમાં રમે પિયુ સંગ પ્રેમદા, હેતે કરી કરી હાંસી; દલપતરામના દેવે દીધી હોય, જોડ જો રામ સીતાશી;

    Meaning: In this season, with her beloved, the lover plays, exchanging tender jest;If by Dalpatram's God, such a pair is granted, like Rama and Sita's.

  4. કશી કેમ રાખે કચાશી, ઘેર આવો વસંત વિલાસી.

    Meaning: How can any imperfection stay? Come home, O delightful Spring.

Dalpatram

More from this poet

See all videos →