Ghazal music video · Classical · 4:07

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે

Bas Durdshano Etlo Abhar Hoy Chhe

The verses

  1. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

    Meaning: This much gratitude I have for my misfortune,Everyone I meet is wiser than I.

  2. હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી, આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

    Meaning: No eminence extends in any direction, For those who, like the sky, are without support.

  3. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ' ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

    Meaning: The poor, Mariz, well know this truth profound,That many things than God more formless are found.

  4. જોયા છે એવાય સંતોને મેં રસ્તા ઉપર ‘મરીઝ’ કદમોમાં જેના સેંકડો ઘરબાર હોય છે.

    Meaning: O Mareez, I've seen saints upon the road,Whose very steps hold hundreds of abodes.

Mariz

More from this poet

See all videos →