ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 4:18
ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ,
Khabar Padi Ke Chhuti Jashe Ajkalman Ganth
अशआर
ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ, હૃદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.
अर्थ: It was realized the knot would soon unravel,They forgot the heart, tying a knot in a kerchief.
તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે! હજાર બાંધીને છોડી દીધા ખયાલમાં ગાંઠ.
अर्थ: How blessed are the turns your memory takes, so bright! A thousand knots in thought, I've tied and then set right.
જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ, પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.
अर्थ: The threads of both their lives have drawn so near,A knot will form in them, today or tomorrow, it is clear.
‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ, કદી ન પીવાની વાળી'તી જે રૂમાલમાં ગાંઠ?
अर्थ: Mariz, you're filtering and drinking wine from that very source,In which you'd tied a knot, vowing never to drink, of course?
मरीज़
