ग़ज़ल म्यूज़िक वीडियो · क्लासिक · 3:55

ભિખારણનું ગીત

अशआर

  1. ભિખારણ ગીત મઝાનું ગાય, આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,

    अर्थ: A beggar woman sings a lovely song, Tears well up in eyes, and nectar into ears is poured.

  2. એને કંઠે રમતું ગાણું, એને હૈયું દમતી હાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

    अर्थ: A song plays in her throat, a suppressed sigh in her heart,The beggar woman sings a beautiful song.

  3. ગાતી ઊંચે ઊંચે સાદે ત્યારે ઘાંટો બેસી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

    अर्थ: Singing in a high-pitched voice, her throat gets hoarse, The beggar woman sings a delightful song.

  4. વાયુ ફાગણનો વિંઝાય; માથું ધૂળ વડે ઢંકાય.

    अर्थ: The wind of Phagan blows; My head gets covered with dust.

  5. એના વાળે વાળે જૂઓ બબ્બે હાથે ખણતી જાય, ભિખારણ ગીત મઝાનું ગાય.

    अर्थ: See her scratching with both hands in her hair,The beggar woman sings a delightful song.

  6. એની શ્રદ્ધા, એનું ગીત, એનો પરભૂ, એની પ્રીત.

    अर्थ: His faith, his song,His Lord, his love.

  7. એની અણસમજી ઇચ્છાઓ જાણે હૈયું કોરી ખાય, આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,

    अर्थ: Her naive desires, it seems, gnaw and eat away the heart,Tears well up in the eyes, and nectar is poured into the ears.

गनी दहींवाला

इस शायर के और वीडियो

सभी वीडियो देखें →